Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુજરાતમાં ૯૭.પ૧ ટકા વાવેતર : હવે વરાપની જરૂર

મગફળી કરતા કપાસની ૮,૩૯,૮૯૪ હેકટરમાં વધુ વાવણી : આગોતરી મગફળી ચાલુ મહિનામાં જ બજારમાં આવવા લાગશે

રાજકોટ,તા. ૧૩ : રાજયમાં સારા ચોમાસાના કારણે ખેતીની દ્રષ્‍ટિએ સારૂ વાવેતર થવાની આશાએ ખેડૂતોએ ખરીફ પાકની વાવણી કરી છે. રાજયમાં ગઇકાલે સાંજ સુધીમાં ૯૭.પ૧ ટકા વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષે આ સમયે ગાળામાં ૮ર૮૩૦૧૦ હેકટરમાં વાવેતર થયેલ આ વખતે અત્‍યાર સુધીમાં ૮૪૧૬૭૯પ હેકટરમાં વાવેતર થઇ ગયું છે. હજુ દિવેલા-મકાઇ જેવી વાવણી ચાલુ હોવાથી કુલ વાવણી ૧૦૦ ટકાને પાર કરી જાય તેવા સંજોગો છે. આ વર્ષે મગફળીનું વાવેતર ઘટયું છે અને કપાસનું વાવેતર વધ્‍યુ છે. આગોતરી વાવણીની મગફળી ચાલુ મહિનામાં અંત સુધીમાં બજારમાં આવી જશે. વરસાદ પછી વાવવામાં આવેલી રાબેતા મુજબની મગફળી દશેરાથી દિવાળી વચ્‍ચે બજારમાં આવશે.

ગયા વર્ષે હાલના સમય ગાળા સુધીમાં ૧૯૦૯૬૪પ હેકટરમાં કપાસનું વાવેતર થયેલ. આ વખતે ૧૭૦૯૦ર૩  હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું વાવેતર ગયા વર્ષના આ સમય ગાળા સુધીમાં રરપ૧ર૪૬ હેકટરમાં થયેલ.   આ વર્ષે રપ૪૮૯૧૭ હેકટરમાં વાવેતર થઇ ગયુ છે. ચાલુ વર્ષે ખેડુતોને કપાસના મણના રૂા.રપ૦૦ થી વધુ જેવું આકર્ષક વળતર મળતા કપાસના વાવેતરનું આકર્ષક વધ્‍યું છે. સૌરાષ્‍ટ્રમાં કપાસ અને મગફળી મુખ્‍ય વાવેતર છે.

ઉપરાંત રાજયમાં ચોમાસાની મોસમમાં ડાંગર, બાજરી, તૂવેર, સોયાબીન, શાકભાજી, ઘાસચારો વિગેરે વાવવામાં આવે છે. મુખ્‍ય પાકોને હવે વરાપની જરૂર છે. એકધારો વરસાદ ચાલુ રહે અને ખેતરોમાં પાણી ભરાયેલા રહે તો કપાસ-મગફળી વગેરેને નુકશાન થઇ શકે છે.

(4:11 pm IST)