Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

નવસારી એસપી પર વડાપ્રધાનની સુરક્ષા માટે રચાયેલ એસપીજી આફ્રિન

નરેન્‍દ્રભાઈના આગમન સમયે કાબિલે દાદ બંદોબસ્‍ત માટે ઋષિકેશ ઉપાધ્‍યાયને પત્ર પાઠવી પ્રશંસાના પુષ્‍પો વેર્યા

રાજકોટ, તા.૧૩:  મૂળ ગુજરાતી એવા ગુજરાત કેડરમાં ફરજ બજાવતા નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્‍યાયની સુજ બુઝ અને હાર્ડ સાથે સ્‍માર્ટ વર્ક કરવાની કામગીરી પર વડાપ્રધાનની સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવતું એસ પી જી આફ્રિન પોકારી ગયું છે, વાત અહીથી અટકતી નથી એસ.પી. જી.વડા અરુણ કુમારસિંહા દ્વારા એક ખાસ ડીઓ અર્ધ સરકારી પત્ર પાઠવી નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્‍યાયની મોહ ફાટ પ્રસંશા પણ કરતા ગુજરાત પોલીસ તંત્રમાં મૂળ ગુજરાતના વતની એવા આઇપીએસ અધિકારની આ રીતે કદર કરવામાં આવતા ખૂબ સારા મેસેજ જવા સાથે ખુશીની લહેર પ્રસરવા સાથે તેમના ર્પ અભિનંદનની વર્ષા થઇ રહી છે. 

સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવ રૂપ આ ઘટનાની વિશેષ વિગત જાણવી ખૂબ રસપ્રદ છે. ડાયરેક્‍ટ  ડીવાયએસપી લેવલે પસંદ થયા બાદ તેઓ દ્વારા પ્રત્‍યેક સ્‍થળે પ્રશંશનીય ફરજ બજાવવા સાથે ૨૦૧૯માં બઢતી સાથે આઇપીએસ કેડરમાં નોમીનેશન  થયા બાદ આ કેડરમાં પસંદગી પામેલ.                                          

સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઋષિકેશ ઉપાધ્‍યાયની પ્રસંશા જે બાબતે કરવામાં આવી છે તેમાં તેઓ દ્વારા જૂન માસમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દક્ષીણ ગુજરાતના પ્રવાસે આવ્‍યા તે સમયે બે ખૂબ મોટા અને પડકારજનક બંદોબસ્‍ત સમયે લોકોની મોટી હાજરી છતાં કાયદો વ્‍યવસ્‍થા સાથે ટ્રાફિક અવર જવર જે રીતે ખૂબ સરસ રહી તે નજરે જોઈ એસપીજી પ્રશ્ન બની આ પ્રસંશાના પુષ્‍પ વેરતો પત્ર પાઠવ્‍યો છે.

(4:11 pm IST)