Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે અમદાવાદમાં શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા

(કેતન ખત્રી), અમદાવાદઃ વિશ્વકર્મા પૂજન દિવસનું શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્‍ડેશન ગુજરાત દ્વારા કરવામાં અનોખી રીતે ભક્‍તિ ભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે. કોરોનાના બે વર્ષ વિત્‍યા બાદ આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાથી, ઘોડા અને ડી.જે.ના તાલે શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્‍ય એકતા રથયાત્રા અમદાવદામાં જુદા-જુદા રુટ પર મોટી જનમેદની સાથે નીકળશે. બે દિવસ આ યાત્રા અમદાવાદમાં પૂર્વ અને પ?મિ વિસ્‍તારોમાં ફરશે.

પ્રથમ દિવસે ૧૭ સપ્‍ટેમ્‍બરથી શ્રી વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયાથી સવારે ૭ કલાકે શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રાનો આરંભ, રાજ્‍ય કક્ષા -માર્ગ અને મકાન, ઉદ્યોગ, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ શ્રી ભગવાનભાઈ વિશ્વકર્મા, પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચો (ગુજરાત પ્રદેશ) દ્વારા કરાવાશે. બીજા દિવસે ૧૮ સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વકર્મા ચોક નરોડાથી સવારે ૭:૩૦ કલાકે આરંભ કરવામાં આવશે.

આ ઉપરાંત ડી.જે. સાઉન્‍ડ, બગી, શણગારેલી ઉંટલારી, શણગારથી સજ્જ ટ્રેક્‍ટર, નાસિક ઢોલની ટીમ, નગારા ટીમ અને બાઈક તેમજ કારનો કાફલો પણ આ એકતા યાત્રામાં સામેલ કરાશે.

(4:28 pm IST)