Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આણંદ જિલ્લામાં આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓનું પગાર સહિત વિવિધ માંગણીઓ મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા માંગણીઓનો સ્‍વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

આણંદઃ આણંદમાં આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરોએ શાષાીબાગ ખાતે વિવિધ પડતર માંગણીઓને લઇને ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આજથી ત્રણ દિવસની હડતાલની શરૂઆત કરી છે. અનેક રજુઆતો કરવા છતાં કોઇ સાંભળતુ નથી તેવા આક્ષેપો કરી સુત્રોચ્‍ચાર કર્યા હતા.

આણંદ શહેરમાં આજે શાસ્ત્રી બાગ ખાતે આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજથી ત્રણ દિવસની હડતાળનો પ્રારંભ કર્યો હતો.

આણંદ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ પગાર સહીત વિવિધ માંગણીઓને લઈને અનેક રજુઆતો કરી ચુકી છે, તેમ છતાં રાજય સરકાર દ્વારા કોઈ રજુઆતો સાંભળવામાં આવતી નથી, જેને લઈને આજે આંગણવાડી અને આશા વર્કર મહિલાઓએ શહેરમાં શાસ્ત્રી મેદાન ખાતે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન સાથે આજથી ત્રણ દિવસની હડતાળનો પ્રારંભ કર્યો હતો અને જો રાજય સરકાર માંગણીઓ હકારાત્મક વલણ નહી અપનાવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે.

(4:54 pm IST)