Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આઈપીએસ સતિષ વર્મા બરતરફ?

રાજકોટના પૂર્વ ડીસીપી અને પોરંબદરના એસ.પી. તરીકે ફરજ બજાવનાર : એક સપ્‍તાહથી ચાલતી ચર્ચાઓ આજે સોશ્‍યલ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયામાં પરાકાષ્‍ઠા પર પહોંચીઃ સત્તાવર રીતે સૌ કોઈ મૌન ધારણ કરી લીધું છેઃ ૧૯મી સપ્‍ટેમ્‍બર સુધી રાહત મળી?

રાજકોટઃ કેન્‍દ્ર સરકાર સાથે છતિસનો આંક ધરાવતા મુળ ગુજરાતના કેડરના સિનિયર આઈપીએસ અને એક સમયે રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રમાં જબ્‍બર ધાક બેસાડનાર અને હાલ ડેપ્‍યુટેશન ઉપર રહેલા સતિષ વર્માને બરતરફ કરાયાની છેલ્લા એક સપ્‍તાહથી ચાલતી ચર્ચાએ આજે સોશ્‍યલ મીડિયા તેમજ ઈલેકટ્રોનિક મીડિયામાં જોર પકડયું છે.

હાલના વડાપ્રધાન અને હાલના કેન્‍દ્રીયમંત્રી સાથે સતિષ વર્માનો વિવાદ ગુજરાતમાં જાણીતો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ઈશરત જહા એન્‍કાઉન્‍ટર મામલાની તપાસ સીબીઆઈને સુપરત કરી તેવા સમયે તેમને સીબીઆઈ ટીમમાં સભ્‍ય તરીકે લેવામાં આવ્‍યા હતા.

સતિષ વર્મા દ્વારા તલસ્‍પર્શી તપાસ કરી ગુજરાતમાં થયેલા એન્‍કાઉન્‍ટરો સત્‍ય ન હોવા બાબતનો રિપોર્ટ આપ્‍યાના પગલે તત્‍કાલીન મોદી સરકાર સાથે વિવાદ થયેલ. મોદી સરકાર કેન્‍દ્રમાં સતારૂઢ થયા બાદ સતિષ વર્માને ગુજરાત બહાર મેઘાલય સહિત અનેક પ્રાઈવેટ કોર્પોરેશનમાં મુકી દેવામાં આવ્‍યા હતા.

સતિષ વર્માની થિયરી જોતા તેઓ મુખ્‍ય ડીજીપી પદના પણ દાવેદાર બની શકે તેમ હતા. પરંતુ કેન્‍દ્ર સરકાર સાથેના તેઓના ચોકકસ પ્રકારના વિવાદોના કારણોની સાથોસાથ તેઓએ સીબીઆઈ તપાસ દરમ્‍યાન ચોકકસ પ્રકારની એ હકીકત રજૂ કરેલ. જેમાં તથ્‍ય ન હોવાનું કેન્‍દ્ર સરકાર દ્વાકરા આક્ષેપ કરી બરતરફ કરવાનું પગલું ભરવામાં આવ્‍યાનું સોશ્‍યલ મીડિયા તેમજ ઈલેકટ્રોનિક મીડિયાા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

સતિષ વર્મા અને કેન્‍દ્ર સરકારનો વિવાદ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે.

દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત  મુજબ હકીકત અને ચર્ચા મુજબ નિવૃતિને એક માસ બાકી હોવાના છતાં બરતરફ કરાયાની ચર્ચા છે. તેવા આઈપીએસ સતિષ વર્માને હાઈકોર્ટ દ્વારા ૧૯મી સપ્‍ટેમ્‍બર સુધીની રાહત મળ્‍યાનું પણ સોશ્‍યલ મીડિયામાં  જોરશોરથી ગુંજી રહી છે.

(4:57 pm IST)