Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગાંધીનગર:સાદરા નજીક સાબરમતી નદીમાં પાણી સુકાતા ભુમાફિયાનો ત્રાસ વધ્યો :શરૂ થયું રેતી ખનન

ગાંધીનગર :  સાબરમતી નદીમાં રેતી ખનન કરીને ચોરો હજ્જાર, લાખ્ખો નહીં પણ કરોડોની રેતી બેરોકટોક ચોરી કરવામાં આવી રહી છે લીઝ ન હોય ત્યાં પણ ખનન કરવામાં આવે છે એટલુ જ નહીં, પ્રતિંબંધીત વિસ્તાર એવા સંત સરોવરમાં પણ બેફાન ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાદરા ગામ પાસે નદીમાં રેતી ચોરીની પ્રવૃત્તિ દિવસ રાત ચાલી રહી છે જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ છે. ત્યારે ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા આજે વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોર્ટ અહીં ત્રાટકી હતી જેના પગલે દોડધામ મચી ગઇ હતી.

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણી આવતા કેટલાક અંશે આ રેતી ચોરી બંધ રહી હતી પરંતુ નદીમાંથી જેવા પાણી ઓસરીયા કે તુરંત જ તીડની જેમ ટાપીને બેસેલા રેતી ચોરો ફરી સક્રિય થઇ ગયા છે અને નદીના પટમાં તણાઇને આવેલી નવી રતી અને માટી ઉલેચવાનું શરૃ કરી દીધું છે. પ્રતિબંધીત એવા સંત સરોવર વિસ્તારમાં પણ રેતી ચોરી બેફામ કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને ગાંધીનગર તાલુકાના સાદરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં રેતી ચોરીનું મસમોટુ નેટવર્ક પથરાયેલું છે અહીં ટ્રક, આઇવા, ડમ્પર અને ટ્રેક્ટર લઇને રેતીમાફિયાઓ વહેલી સવારથી જ આવી જાય છે તો મોડી રાત્રે પણ આ વિસ્તારમાં રેતીખનનની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય છે. કોઇ બોલવાવાળું કે પકડવાવાળું નહીં હોવાને કારણે સાદરા પાસેથી રેતખનનનું નેટવર્ક ચલાવવામાં આવે છે અને અહીંથી જ કરોડોની રેતી ખોટી રીતે ખોદીને તેની ચોરી કરવામાં આવી હોવાનું સ્થાનિકોનું માનવું છે. સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પણ અહીં કોઇ પગલાં ભરવામાં નહીં આવતા ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી જેના પગલે આજે અહીં ફ્લાઇંગ સ્ક્વોર્ડ ત્રાટકી હતી.વહેલી સવારે જ સ્ક્વોર્ડ ત્રાટકતા રેતીચોરોમાં ફફડાટ ફેલાયો હતો અને દોડધામ મચી ગઇ હતી.

(6:04 pm IST)