Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના જકાતનાકા વિસ્તાર રોડમાં વરસાદના કારણોસર ભુવો પડતા વાહન ચાલકોને અક્સમાતનો ભય

સુરત: સુરતમાં પડી રહેલા વરસાદને કારણે આજે સોનાના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મુખ્ય રોડ પર અચાનક ભુવો પડી ગયો હતો. પાલિકાએ ભુવાની આસપાસ બેરીકેટ કરીને રસ્તો બંધ કરી દીધો છે.

સુરતમાં શ્રાદ્ધ પક્ષમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા દેનાર વરસાદને કારણે રીપેરીંગ કરેલા રસ્તા ફરીથી ઊખડી રહ્યા છે. દરમિયાન આજે સવારે રાંદેર ઝોનના પાલનપુર જકાતનાકા થી એલપી સવાણી રોડ તરફ જતા મુખ્ય રોડ પર મોટો ભુવો પડી ગયો હતો.  આ ભુવો એટલો મોટો હતો કે પરસ્તે થી પસાર થતા વાહનો તેમાં પડી જાય તેવી શક્યતા હતી. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતા પાલિકાર તંત્રએ એક તરફનો રસ્તો બંધ કરીને ભુવાની આસપાસ બેરીકેટ કરી દીધું છે.

(6:04 pm IST)