Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના દેવધ ગામ નજીક પ્રેમી સાથે બેસેલ યુવતીને બંધ બનાવી પાંચ યુવકોએ બળાત્કાર ગુજારતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના દેવધ ગામ પાસે રવિવારે રાત્રે પ્રેમી સાથે બેસેલી યુવતી સાથે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. પાંચ યુવાનો તેના પ્રેમીને બંધક બનાવી નજીકના કેળના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યા બાદ યુવતી અને તેના પ્રેમીનો મોબાઈલ ફોન પણ બળજબરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે યુવતીએ પ્રેમીનું નામ નહીં આવે તે માટે લીંબાયત પોલીસમાં બનાવની ખોટી માહિતી આપી, જોકે, સીસીટીવી ફુટેજમાં હકીકત બહાર આવતા પુણા પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશની વતની અને પાંચ મહિના અગાઉ સુરત આવી ગોડાદરા વિસ્તારમાં બહેન બનેવી સાથે રહેતી 27 વર્ષીય રાનુ ( નામ બદલ્યું છે ) જરીના કારખાનામાં નોકરી કરે છે. રાનુને ત્રણ મહિનાથી વરાછા માતાવાડી ખાતે રહેતા ગોપાલ સાથે પ્રેમ સંબંધ છે.ગત રવિવારે સાંજે રાનુ ગોપાલની સાથે બાઈક પર ફરવા ગઈ હતી અને બંને દેવધ ગામ રઘુવીર માર્કેટની સામે રોડ પર આઠ વાગ્યાથી બેસીને વાતો કરતા હતા.દરમિયાન, 8.30 ના અરસામાં બિહારી ભાષા બોલતા 25 થી 35 વર્ષના પાંચ અજાણ્યા ત્યાં આવ્યા હતા અને બંનેને ચલો હમારે સાથ, નહીં તો માર ડાલેંગે તેવી ધમકી આપી ગોપાલના હાથ દોરડાથી બાંધીને અંદર કેળના ખેતરમાં લઈ ગયા હતા અને પાંચેયે વારાફરતી રાનુ સાથે દુષ્કર્મ આચર્યું હતું.પાંચેય રાનુ અને ગોપાલ પાસેથી ઈન દોનો કા મોબાઈલ છીન લો, નહીં લેંગે તો કિસી કો ફોન કરકે પોલીસ કો બુલાયેંગે તેમ અંદરોઅંદર વાત કરી બંનેના મોબાઈલ ફોન લઇ યે કામ હમને કિયા હે વો અગર કિસીકો બતાયા તો જાનસે માર ડાલેંગે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા.

(6:04 pm IST)