Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના અલથાણ વિસ્તારમાં સ્કૂલવાનને કાર ચાલકે ટક્કર મારતા નવ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

સુરત: આજે વહેલી સવારે શહેરના અલથાણ વિસ્તારમાં સ્કૂલવાનને કારચાલકે ટક્કર મારતા વાનમાં બેસેલા નવ જેટલા નાના વિદ્યાર્થીઓ ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં સ્કૂલમાં પલટી થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. વાનમાં બેસેલી એક બાળકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી .તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી . અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી. આજે સવારે 6:10 કલાકે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં શારદાયતન શાળાની વાન પસાર થઈ રહી હતી .ત્યારે અચાનક એક કાર ચાલકે તેને અડફેટમાં લેતા શાળાની વાન પલટી થઈ ગઈ હતી. શારદાયતન શાળાના વાનમાં આશરે 9 જેટલા વિદ્યાર્થીઓ હતા. શાળાની વાન ધડાકાભેર આખી પલટી ખાઈ  જતા અંદર બેસેલા વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેમા સ્પષ્ટ પણે જોવા મળે છે કે પૂર ઝડપે આવી રહેલા કિયા ના કાર ચાલકે શાળાની વાન ને ટક્કર મારી હતી. શાળાની વાન પલટી થતા ત્યાં મોર્નિંગ વોક માટે આવેલા લોકો સ્થળે દોડી આવ્યા હતા અને આશરે 15 થી 20 જેટલા લોકોએ વાનને સીધી કરી હતી અને બાળકોને હેમખેમ કરી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાની વાન સીએનજી હતી .બે ટક્કર લાગતા કોઈ મોટી દુર્ઘટના બની નહોતી. આ ઘટના નજરે જોનાર લોકો એ કહ્યુ હતું કે કિયા કારચાલક ખુબજ પૂર ઝડપે આવી રહ્યો હતો.અને વળાંક લેતી સ્કૂલ વેન ને અડફેટે લીધી હતી.અહીં  સ્પીડબેકર ન હોવાના કારણે અઅવારનવાર દુર્ઘટના બનતી હોય છે અત્યારસુધી માં 5 જેટલા અકસ્માત બન્યા છે. એક વ્યક્તિ થોડાક સમય પહેલા અકસ્માતમાં મૃત્યુ પણ પામ્યાં છે.

(6:04 pm IST)