Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના પુણા વિસ્તારમાં 12 વર્ષીય પુત્રી સાથે માનેલા મામાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત, : સુરતના પુણા વિસ્તારમાં રહેતી અને યોગીચોક ખાતે ચા ની દુકાન ચલાવતી વિધવાની 12 વર્ષની પુત્રી સાથે તેમના ઘરમાં જ રહેતા 46 વર્ષના માનેલા મામાએ ત્રણ દિવસ દુષ્કર્મ આચરતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.દુકાનેથી કામ માટે બહાર જાઉં છું કહી ઘરે જઈ કિશોરી સાથે ત્રણ દિવસ બદકામ કરનાર આધેડે દોઢ વર્ષ અગાઉ તેની છેડતી પણ કરી હતી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં હાલ પુણા વિસ્તારમાં 12 વર્ષની પુત્રી સીમા ( નામ બદલ્યું છે ) અને 10 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતી 30 વર્ષીય કામિની ( નામ બદલ્યું છે ) યોગીચોક ખાતે ચા ની દુકાન ચલાવે છે. પતિનું 10 મહિના અગાઉ બિમારીમાં અવસાન થયા બાદ તેણે દુકાનમાં ભાગીદાર 32 વર્ષના ઉમેશ સાથે રહેવાનું શરૂ કર્યું હતું.પરંતુ ઉમેશે પણ પખવાડીયા અગાઉ જાહેરમાં ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હતી. તેમની ચા ની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી તેના માનીતા મામા દિનેશ હરીસિંહ મસાણી ( ઉ.વ.46, મૂળ રહે.બદરખા, તા.ધોળકા જી.અમદાવાદ ) કામ કરતા હતા અને સાથે જ રહેતા હતા.જોકે, દિનેશે કામિનીના પતિના અવસાનના બે મહિના બાદ પુત્રી સીમાએ માનેલા મામા દિનેશે દોઢ વર્ષ અગાઉ છેડતી કરી હોવાની જાણ કરતા કામિનીએ તેને દુકાનમાંથી છુટા કર્યા હતા. તેના ત્રણ દિવસ બાદ દિનેશ સામાન લેવા આવ્યો ત્યારે જતાંજતાં ધમકી આપી હતી કે તું કઈ રીતે ચા ની હોટલ ચલાવે છે અને તું કેવા ધંધા કરે છે ત્યાં હું રેડ પડાવીશ.દિનેશના ગયા બાદ એકલી ચા ની દુકાન સંભાળતી કામિનીને ઘણી તકલીફ થતી હોય તેણે મુંબઈમાં રહેતી માતાને વાત કરતા તેમણે દિનેશને સમજાવ્યો હતો.તેથી તે ગત 27 ઓગષ્ટે પરત આવી દુકાન જતો હતો અને સાથે જ રહેતો હતો.થોડા દિવસોથી કામિનીના પિતાની બીજી પત્ની ઘરે રહેવા આવી છે. દરમિયાન, કામિની ગતસાંજે દુકાને હાજર હતી ત્યારે પુત્રી સીમા બે પરિચિત યુવાનો સાથે ત્યાં આવી હતી અને બંને યુવાને જણાવ્યું હતું કે તમે ઘરમાં ધ્યાન આપતા નથી, તમારી દીકરી સાથે તમારા માનેલા મામા દિનેશ ગંદુ કામ કરે છે.

(6:04 pm IST)