Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિણીતા પર નજર રાખનાર યુવકને ઠપકો આપતા પતિ સહીત ત્રણ પર હુમલો થતા ગુનો દાખલ

સુરત: મોટા વરાછાના મહાકાળી કુંભણીયા ભજીયા સેન્ટરમાં પરિણીતાને તાકી તાકીને જોનારને ઠપકો આપનાર પતિ સહિત ત્રણ જણા ઉપર ચારથી પાંચ જણાએ હુમલો કરી ચપ્પુ વડે ઇજા પહોંચાડી હતી. ઘટના અંગે પોલીસે છેડતી અને માર માર્યાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વરાછાના એલ.એચ. રોડ વિસ્તારમાં રહેતી રાખી (ઉ.વ. 31 નામ બદલ્યું છે) અને કન્સ્ટ્રકશનનું કામ કરતો પતિ મીનેશ (નામ બદલ્યું છે) ગત રાતે બે પુત્ર અને મિત્રના પરિવાર સાથે મોટા વરાછા એલ.પી. સવાણી સ્કૂલ નજીક મહાકાળી કુંભણીયા ભજીયા ખાતે નાસ્તો કરવા ગયા હતા. જયાં તમામ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે નજીકના ટેબલ ઉપર બેઠેલા ચાર પૈકીનો એક યુવાન રાખીને તાકી તાકીને જોઇ રહ્યો હતો. પરંતુ રાખી તેને ઇગ્નોર કરતી હતી પરંતુ યુવાન સતત જોઇ રહ્યો હોવાથી રાખીએ તેના પતિ મીનેશને જાણ કરી હતી. મીનેશે યુવાન પાસે જઇ તું કેમ મારી પત્ની સામે તાકી તાકીને જોઇ છે એમ કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ત્યાર બાદ મીનેષ પરત આવી પરિવાર સાથે બેસી ગયો હતો.

પરંતુ યુવાને જોવાનું ચાલુ રાખતા મીનેષ પુનઃ યુવાન પાસે જઇ ઠપકો આપતા તેમની વચ્ચે ઉગ્ર ઝઘડ થયો હતો. જેમાં બે યુવાનોએ મીનેશને માર મારતા તેનો મિત્ર અને પત્ની રાખી બચાવવા વચ્ચે પડયા હતા. પરંતુ તાકી તાકીને જોનાર યુવાને પોતાના હાથની કોણી રાખીના છાતી પર અડાવી હતી જયારે તેનો મિત્ર ભજીયા સેન્ટરમાંથી ચપ્પુ લઇ આવી મીનેશના મોંઢાના ભાગે મારતા ઘસરકો પડી ગયો હતો. આ દરમિયાન મીનેશની સોનાની રૂદ્વાક્ષ વાળી ચેઇન કિંમત રૂ. 1.50 લાખની કયાંક પડી ગઇ હતી. ઘટના અંગે રાખીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(6:04 pm IST)