Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડોદરામાં ટ્રેનમાં મુસાફરી દરમ્યાન નિંદ્રાધીન મહિલાના બેગમાંથી તસ્કરો 1.50 લાખની ચોરી કરી છૂમંતર.....

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિન પ્રતિદિન મુસાફરો ચોરીની ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. પરિણામે સુરક્ષાની દ્રષ્ટિએ હવે રેલ્વે સુરક્ષા બળો સામે સવાલો ઊભા થયા છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી છે. ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં મધ્યપ્રદેશથી અમદાવાદ રમકડાની ખરીદી અર્થે આવેલ વેપારીનું ખિસ્સું કાપી અજાણ્યો તસ્કર રોકડા 1.50 લાખ ચોરી નાસી છૂટતા ચકચાર પછી જવા પામી છે. 

આ અંગેની માહિતી એવી છે કે , મધ્યપ્રદેશના રહેવાસી 52 વર્ષીય અનિલ કુમાર જૈન રમકડાનો વેપાર કરે છે. 6 સપ્ટેમ્બર ના રોજ તેઓ અમદાવાદ જવા માટે ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ 3 માં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ઊંઘમાંથી ઉઠતા ગોધરા રેલ્વે સ્ટેશન સુધી તેમના નાણાં સહી સલામત હતા. ત્યારબાદ ફરી ઊંઘી જતા વડોદરા નજીક છાયાપુરી રેલવે સ્ટેશન આવતા તેમની આંખો ઉઘડી હતી. એ સમયે જાણવા મળ્યું હતું કે, તેમના પેન્ટનું ખીસ્સું કપાયેલું છે. અજાણ્યો તસ્કર રૂ. 1.50 લાખ રોકડા ચોરી ફરાર થઈ ગયો હતો. જે નાણાં  અમદાવાદથી રમકડા તોરણ સહિતનો સામાન ખરીદવા માટેના હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)