Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડોદરાના આજવારોડ વસ્તારમાં ક્રાઇમબ્રાન્ચે દરોડા પાડી બે બુટલેગરોને 18 પેટી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

વડોદરા:શહેરના આજવા રોડ ખાતેની કલ્યાણ નગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી મકાનના ધાબા ઉપર દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા બે બુટલેગરોને પોલીસે 18 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી દારૂનો જથ્થો આપનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ક્રાઈમ બ્રાન્ચ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, આજવા રોડ ખાતેની કલ્યાણનગર સોસાયટીના મકાન નંબર બી 21 માં રહેતો વરુણ ગુપ્તા પોતાના મકાનના ધાબા ઉપર વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે  મકાન પાસે એક્ટિવા ઉપર દારૂનો થેલો મુકનાર  વરુણ અને દારૂ વેચવા માટે ખરીદવા પહોંચેલ એકટીવા ચાલક જીતુ મોટવાણી ( રહે - વારસિયા )ને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસને થેલામાંથી વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. જ્યારે ધાબા ઉપર પ્લાસ્ટિક ઢાંકી સંતાડેલો દારૂનો જથ્થો પણ શોધી કાઢ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રૂ.1,25,600 ની કિંમતની 347 દારૂની બોટલો , બે મોબાઈલ ફોન અને એકટીવા સહિત કુલ રૂ.1,72,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂનો જથ્થો રિતેશ ઉર્ફે વિકુ દાત્રો રાજેશભાઈ શુક્લા ( રહે - આજવા રોડ ) પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી.

(6:04 pm IST)