Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં વાન ભાડે આપવાના નામે ઠગાઈ આચરનાર શખ્સને પોલીસે ત્રણ વર્ષે ઝડપી પાડયો

વડોદરાઃ માંજલપુર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં વાન ભાડે આપવાના નામે ઠગાઇ કરનાર આરોપીને પોલીસે અમદાવાદ ખાતેથી પકડી લીધો છે.

દરબાર ચોકડી વિસ્તારમાં રહેતા દિનેશભાઇ પાસે ટ્રાવેલ્સમાં ભાડે મુકવાના નામે બે વાન લેનાર શખ્સે પહેલા મહિને ભાડું ચૂકવ્યું હતું.પરંતુ ત્યારબાદ  ભાડું કે વાન કાંઇ આપ્યા નહતા.જેથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પેરોલફર્લો સ્કવોડે અમદાવાદ ખાતે તપાસ કરી જાવેદ રફિક કેરૃવાલા (બુરહાની ફ્લેટ,આસ્ટોડિયા, અમદાવાદ)ને ઝડપી પાડયો છે.

(6:05 pm IST)