Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુજરાત સરકારે નિવૃત આર્મીમેનના મૃત્યુ અંગે તપાસના આદેશ આપ્યા : બે દિવસમાં તપાસ પૂર્ણ કરવા તાકીદ

નિવૃત આર્મીમેન તેમની માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં એક નિવૃત આર્મીમેનનું અવસાન થયું હતું

ગુજરાત સરકારે નિવૃત આર્મીમેનના મૃત્યુને લઇને તપાસના આદેશ આપ્યા છે. તેમજ આ મુદ્દે સરકારે કરેલી રજુઆતોને ધ્યાનના રાખીને સરકારે આ કેસની તપાસ બે દિવસના પૂર્ણ કરવા પણ જણાવ્યું છે. આ સમગ્ર કેસમાં નિવૃત આર્મીમેન તેમની માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં એક નિવૃત આર્મીમેનનું અવસાન થયું હતું. જેના પગલે નિવૃત આર્મીમેનોએ સરકારને આ મુદ્દે તપાસ કરવા માટે રજુઆત કરી હતી.જેમાં નિવૃત આર્મીમેન દ્વારા આ માંગણીઓ કરવામાં આવી છે.જે આ મુજબ છે

ફોજની નોકરી દરમિયાન મુત્યુ પામેલાના પરિવારને સાંત્વના રાશિ એક કરોડ મળે

માજી સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવી

દારૂ માટે મળતી ભારતીય ફોજ દ્વારા પરમિશન માન્ય ગણવી

માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા

માજી સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવા

માજી સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે

માજી સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવો

સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી મળે

ગુજરાતના દરેક જીલ્લામાં સૈનિક સ્મારક બને

માજી સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન થાય

જે માજી સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન મળે અથવા શહેરમાં માજી સૈનિકને રહેઠાણ માટે પ્લોટ મળે

માજી સૈનિકના સંતાનનેધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ મળે

હથિયારનું લાયસન્સ રિન્યુ કરવા દરેક જીલ્લામાં સુવ્યવસ્થા કરવી

દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા કરવી

(8:10 pm IST)