Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજ્યમાં 30થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

સૂત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો:વેરાવળ દ્વારકા અને ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ :કલ્યાણપુર અને હાંસોટમાં અઢી ઈંચ: માંગરોળ,લાલપુર અને પાલનપુરમાં બે ઇંચ વરસાદ

અમદાવાદ ;  રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સતત ચોથા દિવસે 30થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ વેરાવળમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકા અને ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ, જૂનાગઢના માંગરોળ અને લાલપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના નલિયા, તેરા, બીટા, ભવાનીપર સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે

(8:12 pm IST)