Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભડકો ;સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ૧૩ સભ્યોનું સામુહિક રાજીનામુ

એક સાથે રાજીનામું ધરી દેતા ભાજપમાં રહેલો આંતરિક જૂથવાદ હવે બહાર આવ્યો: ડાંગ જીલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો

અમદાવાદ ;  વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક બાદ એક નેતા દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર ગૌરવ વલ્લભ હાલમાં ગુજરાતમાં છે. તો બીજી તરફ સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત ૧૩ સભ્યોએ એક સાથે રાજીનામુ આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

સુબીર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ ભોયે સહિત અન્ય ૧૩ સભ્યોએ રાજીનામુ આપી દીધુ છે. એક સાથે રાજીનામું ધરી દેતા ભાજપમાં રહેલો આંતરિક જૂથવાદ હવે બહાર આવ્યો છે. પાર્ટીના આદેશ અનુસાર કામ કરવા છતાં સન્માન ન જળવાતા સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય ૧૩ સભ્યોના રાજીનામાથી ડાંગ જીલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

(8:42 pm IST)