Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પોલીસના હક,અધિકારની લડાઈમાં સસ્પેન્ડ કરાયેલા PSI ને ન્યાય માટે દેડીયાપાડા પ્રાંતને આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાનાં પ્રાંત અધિકારીને આજરોજ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી સંસ્પેન્ડ કરાયેલા પીએસઆઈને ન્યાય મળે તેવા હેતુથી રજૂઆત કરી છે.
આદિવાસી અગ્રણીઓએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ તેમના આદિવાસી સમાજના હાલ દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંબાડીયામાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવનાર રતિલાલભાઈ વસાવા કે તેમણે પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ અને એ.એસ.આઈ.ની લાંબા સમય ની ગ્રેડ પે ની માંગણી મુદ્દે ગુજરાત સરકાર સાથે સબ ઇન્સ્પેકટર રતિલાલ વસાવા સાથે વાતચત થઇ હતી તેવામાં ઈન્ટરવ્યૂ આપ્યાનાં એક બે દિવસ માં જ સરકારના ઈશારે આ અધિકારીને સસ્પેન્ડ કરી પોલીસ ના હક્ક અને અધિકારની લડાઈમાં આ અધિકારીના અવાજ ને દબાવી દેવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પોલીસ અધિકારી અમારા આદિવાસી સમાજ ના હોવાથી તેમની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે , જે અમારો સમાજ ખુબ ધ્યાનથી જોઈ રહ્યો છે જેના કારણે સમાજમા આક્રોશ વ્યાપેલો છે.જેથી આપને અપિલ છે કે પોલીસ સબ ઇન્સ્પેકટર રતિલાલભાઈ વસાવા ને જલ્દી થી જલ્દી ન્યાય મળે , જો આમ કરવામાં નહી આવે તો આવનાર સમયમાં સમગ્ર આદિવાસી સમાજ રોડ પર ઉતરશે જેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે તેવી રજૂઆત મુખ્યમંત્રીને સંબોધીને દેડીયાપાડા પ્રાંત અધિકારીને અપાયેલા આવેદનપત્ર માં કરવામાં આવી છે.

(10:41 pm IST)