Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ધારિખેડા સુગર સામે આંકડા લખનાર શખ્સને પોલીસે રૂ.2,740 સાથે ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામની સુગર ફેક્ટરી સામે ખુલ્લામાં જુગાર આંકડાનો ધંધો કરતા એક શખ્શને આમલેથા પોલીસે રોકડ રકમ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો
મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ માણસો પ્રોહી.જુગાર અંગેના ચેકીંગ માં હતા ત્યારે બાતમીના આધારે ધારીખેડા સુગર ફેકટરી સામે આવેલી દુકાન પાછળ ખુલ્લી જગ્યામાં આંકડાનો ધંધો કરતા રવિ બુધાભાઇ વસાવા( રહે.રાજપીપલા) નાંઓને પોલીસે રોકડા રૂપિયા 2,740 સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:42 pm IST)