Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે એક્ટિવા સાથે મારુતિ વાનનો અકસ્માત : એક મહિલાને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે એક્ટિવા અને મારુતિ વાન વચ્ચે થયેલા અકસ્માત માં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા
જેમાં પ્રિયંકાબેન દિવ્યેશભાઈ કંસારા રહે.કતારગામ સુરત નાઓ એ આપેલી ફરિયાદ અનુસાર તેઓ તથા સુકમાબેન અને પ્રિયંકાબેનનો ભત્રીજો માહિરસિંહ ઉ.વ .૪ નાઓ એક્ટિવા ટુ - વ્હિલર રજી.નં.GJ -22 - J - 0237 ની લઇને સંતોષ ચોકડીથી પોતાના ઘર તરફ જતા હતા તે વખતે મારુતી વાન રજી.નં. GJ 23- + 9243 ના ચાલક પોતના કબ્જાની વાન પુર ઝડપે હંકારી લાવી તેમની એક્ટિવાને અથાડી એક્ટિવા પર બેસેલ ત્રણેય જણને નીચે પાડી દેતાં જેમાં સુકમાબેનને માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડી ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે વાન નાં ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

(10:43 pm IST)