Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

એક કરોડથી વધુના ખર્ચે રાજપીપળા કરજણ નદીનો ઓવારો નવો બનશે : પાલિકા એ તાંત્રિક મંજુરી મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર એ રાજા રજવાડા શહેર તરીકે જાણીતું છે અને અહિયાં ઘણી ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે જેના કારણે ઘણા વર્ષોથી અહિયાં ફિલ્મ,સિરિયલ નાં શૂટિંગ પણ થાય છે પરંતુ કેટલીક ઇમારતો સમયાંતરે મરામત માંગતી હોય જેને પાલિકા તંત્ર ધ્યાને લઇ કામગીરી કરાવે છે ત્યારે ઘણા વર્ષથી એસટી ડેપો પાછળ આવેલો કરજણ નદી પરના ઐતિહાસિક ઓવારો તૂટી ગયો હતો જેના કારણે સ્થાનિક લોકોને તકલીફ પડતી હતી અને ક્યારેક તેના તૂટેલા પગથિયાં જોખમી પણ બને એમ હોય ત્યારે અગાઉ પાલિકા પ્રમુખ દ્વારા આ ઓવરાને બનાવવા મુદ્દે કાર્યવાહી કરાઇ અને તેના નવીનીકરણ માટે તૈયારી પણ થઈ પરંતુ હાલ ચોમાસામાં અતિભારે વરસાદનાં કારણે અગાઉ અમુક અંસેવતૂટેલો ભાગ સંપૂર્ણ તૂટી જતાં યુવા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે ફરી આ માટેની કાર્યવાહી કરી છે.
આ મુદ્દે કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું કે અગાઉ અમે તાંત્રિક મંજુરી મેળવી ઓવારો બનાવવા કાર્યવાહી કરી હતી પરંતુ હાલમાં આખો ઓવારો તૂટી જતાં અગાઉ કરતા ખર્ચ વધતો હોવાથી ફરી તાંત્રિક મંજુરી માટે તજવીજ હાથ ધરતા એકાદ અઠવાડિયામાં મંજુરી મળ્યે થી આગળનું કામ કરીશું.

(10:44 pm IST)