Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોડી રાત્રે સુરત પહોંચ્યા: એરપોર્ટ પર ભવ્ય સ્વાગત :રાત્રી રોકાણ સર્કિટ હાઉસમાં કરશે

તેઓ હિન્દી દિવસ નિમિત્તે યોજાયેલા ભારત સરકારના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી હજીરા ખાતે ક્રુભકોના ઈથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોડી રાત્રે સુરત પહોંચ્યા છે. જ્યા એરપોર્ટ પર 500 થી વધુ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવો રાત્રી રોકાણ કરવા સુરત સર્કિટ હાઉસમાં પહોંચ્યા છે. અમિતભાઈ  શાહ બે દિવસ સુરત પ્રવાસે રહેશે. સુરતમાં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે.ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યા અમિતભાઈ  શાહ સુરતના બે દિવસના પ્રવાસે છે. 14 સપ્ટેમ્બરે તેઓ હિન્દી દિવસ નિમિત્તે યોજાયેલા ભારત સરકારના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ હજીરા ખાતે ક્રુભકોના ઈથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. જે પછી સાંજે સુરત જવા રવાના થશે.

(11:55 pm IST)