Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજયમાં હાલ NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ: SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય

અમદાવાદ :  રાજયમાં હાલ NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1,સુરત-1 NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2- અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય છે.બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર (મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. .

(12:49 am IST)