Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બહુચરાજીના ગાભુ ગામે ખાર કૂવાના ખોદકામ વેળાએ જૈન ધર્મની મૂર્તિ મળી: લોકો ઉમટ્યા

ગામના ઠાકોર વાસમાં જમીનમાં ખોદ કામ દરમિયાન મૂર્તિ નિકળી

મહેસાણા :  બહુચરાજીના ગાભુ ગામે ખાર કૂવાના ખોદકામ દરમિયાન જૈન ધર્મની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાયું છે. ગામના ઠાકોર વાસમાં જમીનમાં ખોદ કામ દરમિયાન મૂર્તિ નિકળી છે. ગામના પાતાળમાંથી મૂર્તિ નીકળતા તંત્રને જાણ કરવામાં આવી છે. આ અગાઉ પણ આ ગામમાંથી જૂના ચલણી નાણાંના સિક્કા મળી આવ્યા હતા. ગાભૂ ગામનો ઈતિહાસ જૈન ધર્મથી જોડાયેલ છે. ગામમાં મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

(1:04 am IST)