Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના હજીરા વિસ્તારના દરિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી

આશરે 30 થી 35 વર્ષના યુવકની લાશ હોવાનું અનુમાન:યુવકના હાથ પર ડ્રેગનનું ટેટુ દોરેલું

સુરત :  શહેરના હજીરા વિસ્તારના દરિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આશરે 30 થી 35 વર્ષના યુવકની લાશ હોવાનું અનુમાન છે. સામે આવેલી વિગતો અનુસાર યુવકના હાથ પર ડ્રેગનનું ટેટુ દોરેલું છે. હજીરા પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. હજી યુવાનની ઓળખ સામે આવી નથી. યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. જો કે સાચી વાત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે.

(1:06 am IST)