Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના લિંબાયત વિસ્તારમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : અરેરાટી

પરિવાર ઉત્તર પ્રદેશ ફતેહપુરનો રહેવાસી ;હાલમાં લિંબાયતમાં ભાડેથી રહેતો હતો: ચાર વર્ષની દીકરી માતાની છત્રછાયા ગુમાવી

સુરત:  શહેરના લિંબાયત વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર ઉત્તર પ્રદેશ ફતેહપુરનો રહેવાસી છે અને હાલમાં તેઓ લિંબાયતમાં ભાડેથી રહેતો હતો. આ પરિવારને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. મહિલાએ અચાનક આત્મહત્યા કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આત્મહત્યા અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાએ આત્મહત્યા કેમ કરી તે એક યક્ષપ્રશ્ન છે. 

(1:07 am IST)