Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના પુણા વિસ્તારમાં ગેંગરેપ: પાંચ શખ્સોએ કેળાના ખેતરમાં લઇ જઇને ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ

યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી ત્યારે 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ધાક ધમકી આપી યુવકના હાથ પગ બાંધી યુવતીને કેળના ખેતરમાં લઇ ગયા

સુરતના પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે

 . યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા. પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. 

(1:09 am IST)