Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડોદરામાં ધો- 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બર્થ ડે હોવાનું કહીને ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

ગળાના ભાગે બચકાં ભરીને ઈજા પણ પહોંચાડી;સગીરાના પિતાની ફરિયાદ બાદ આરોપી મોહીન પઠાણની ધરપકડ

વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ઘરની નજીક ગેરેજમાં કામ કરતાં વિધર્મી યુવાન સાથે પરિચય થયો હતો. આરોપીએ સગીરા સાથે ફેસબુક પર મિત્રતા પણ કરી હતી. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીની ટ્યુશનમાંથી છૂટ્યા બાદ આરોપી મોહીન પઠાણ સગીરાને તેનો બર્થ ડે હોવાનું કહી બાઈક પર બેસાડી ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ કર્યુ હતું અને ગળાના ભાગે બચકાં ભરીને ઈજા પણ પહોંચાડી હતી. સગીરાના પિતાની ફરિયાદ બાદ આરોપી મોહીનની પોલીસે ધરપકડ કરી હતી.

(1:10 am IST)