Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સુરતમાં મધરાતે ફરી પોલીસ ઓપરેશનઃ ૩૪૩ શખ્સો સકંજામાં

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇ માથાભારે તત્વો લુખ્ખાગીરી દાખવે તે પહેલા ૧૦૦ પોલીસનો હથિયારબંધ કાફલો ત્રાટકતા ખળભળાટ : સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના સૂચન મુજબ એડી.સીપી કે.એન.ડામોરના માર્ગદર્શન હેઠળ ડીસીપી સાગર બગમાર ટીમ દ્વારા ફરી એક વખત કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૧૪: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત પોલિસ કમિશનર અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતા દ્વારા ૧૦૦૦ જેટલા લોકો પાસે જાહેરમાં પોલીસ કામગીરી અંગે અભિપ્રાય માંગી અને તે મુજબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરત શહેરમાં ચૂંટણીનો જે માહોલ ગરમાયો છે તેને કારણે કાયદો વ્યવસ્થા જોખમાય નહિ તે માટે ફરી મધ્યરાત્રિએ સરપ્રાઇઝ ઓપરેશન હાથધરી તડીપાર અને હથિયાર સાથે નીકળેલ શખ્સો તથા અન્ય ગુન્હાઓના આરોપી વિરૃધ્ધ આકરી કાર્યવાહી ડીસીપી સાગર બગમાર ટીમ દ્વારા કરવામાં આવેલ

નાયબ પોલીસ કમિ.ઝોન–૦૪ની અધ્યક્ષતામાં ખટોદરા તથા પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ આ કોમ્બીંગમાં એ.સી.પી.શ્રી એચ.ડીવીઝન તથા પો.ઇન્સ.ખટોદરા તથા પાંડેસરા પો.સ્ટે.વિસ્તારના આઝાદનગર, રસુલાબાદ બમરોલી તથા ખાડી વિસ્તારમાં સંયુકત રીતે કોમ્બીંગ કરવામાં આવ્યું. અને આ કોમ્બીંગ દરમ્યાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. (૧) નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનો વિરુધ્ધ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૨૫, (૨)જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ (તડીપાર હુકમ ભંગના કેસો) ૨, (૩) જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ હથીયાર બંધી જાહેરનામા ભંગના કેસો ૧૧ (૪)એનબીડબલ્યુ(નોન બેલેબલ વોરંટના આરોપીઓ અટક) ૮, (૫) સી.આર.પી.સી ૧૦૭, ૧૫૧ મુજબ (શરીર સંબંધી આરોપીઓ) ૬૯, (૬) સી.આર.પી.સી. ૧૧૦, મુજબ (માથાભારે ઇસમો વિરૃધ્ધ લીધેલ અટકાયતી પગલા) ૧૦૬ (૭) પ્રોહી.૯૩ (ગેરકાયદેસર દારૃની પ્રવૃતિ કરતા ઇસમો વિરૃધ્ધ કાર્યવાહી) ૫, (૮) પ્રોહી.પીધેલા ૧૨, (૯) પ્રોહી.કબજાના ૫ એમ કુલ ૩૪૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી

(2:03 pm IST)