Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

કલોલ હાઇવે પર બેકાબુ બનેલ ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા બે શખ્સો ઈજાગ્રસ્ત

કલોલ :  કલોલના હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ પાસે બેકાબૂ બનેલા ટ્રેલરના ચાલકે ટ્રેલર કાબુ ગુમાવતા ટ્રેલર એ  બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઈક સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ આ ટ્રેલર દિવાલમાં ધડાકા ભૈર ઘૂસી ગયું હતું બના અંગે પોલીસે તપાસ ચલાવી છે

આ બાબતે મળતી માહિતી અનુસાર શહેરના હાઇવે ઉપર ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર રોડ ઉપર રહેલ બાઇકને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ ટ્રેલર દિવાલમાં ધડાકા ભૈર ઘૂસી ગયું હતું આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર બે લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે બાઇકને અડફેટે લેનાર ડમ્બરમાંથી એક વ્યક્તિને ટોળાએ પકડીને દોડી આવેલી પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં.

(5:43 pm IST)