Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

નડિયાદ તાલુકાના મંજીપુરાની યુવતીનું ખોટું ઇન્સટ્રાગ્રામ આઈડી બ્લેકમેલ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : નડિયાદ તાલુકાના મંજીપુરાની યુવતીનું એક અજાણ્યા  શખ્સેે યુવતીના નામનું ખોટું  ઇંસ્ટાગ્રામ આઈડી બનાવી તેના બે વર્ષ જુના ફોટાનો ઉપયોગ કરી તેના સંબંધી તથા મિત્રો સાથે ચેટ કરતો હતો. તેના વિશે ખરાબ ખરાબ વાતો કરી તેની સગાઈ તોડવા માંગતો હતો. આ સંદર્ભે યુવતીએ નડિયાદ રૂરલ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના મંજીપુરા સંકલ્પ સોસાયટીમાં પીનલબેન લાલજીભાઈ પટેલ ( ઉ. વ.૨૩) પોતાના પરિવાર સાથે રહે છે તે ફેસબુક ઇંસ્ટાગ્રામ તથા વોટસએપ વાપરે છે દરમિયાન કોઈ અજાણ્ય ઇસમે તેણીના નામથી ઇંસ્ટાગ્રામ આઈડી બનાવી તેની સાથે તથા તેના મિત્રો સાથે ચેટ કરતો હતો તે પીનલબેન વિશે ખરાબ ખરાબ વાતો કરી ગંદા મેસેજ કરતો હતો તે પણ પીનલ કોઈ રીપ્લાય આપતી ન હતી ઓગસ્ટ -૨૨ માં ઇંસ્ટાગ્રામ આઈડી પર તેણીની સંમતિ વગર ફોટો અપલોડ કરી તેણીની સગાઈ તોડવાના ઇરાદે પીનલબેન તથા તેના સંબંધીઓને તેણીની બદનામી થાય તેવા ખોટા મેસેજ કરી હેરાન કરતો હતો આ સંદર્ભે પીનલે પોતાના ભાઈ અશ્વિનભાઈ અને મંગેતર જય ભાઈ મહેશભાઈ ભગતને જાણ કરી હતી. ત્યારબાદ પીનલે સાયબર સેલમાં અરજી આપી હતી આ બનાવ સંદર્ભે પીનલબેન પટેલના ફરિયાદના આધારે નડિયાદ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(5:43 pm IST)