Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સુરતના સચિન વિસ્તારમાં ઘર નજીક રમતી બે વર્ષીય બાળકીનો મૃતદેહ ખાડીમાંથી મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત: સચિનના ઉન ખાતે શનિવારે સાંજે રમતા રમતા બે વર્ષની બાળકી રહસ્યમય સંજોગમાં ગુમ થઇ ગઇ હતી.  રવિવારે બપોરે ઘર નજીક આવેલી ખાડી માંથી બાળકીનો મૃતદેહ મળી આવતા અનેક પ્રકારની શંકાકુશ સેવાઇ રહી છે. ઉન ખાતે ગભેણી રોડ સંજરનગરમાં રહેતા ૨૮ વર્ષના મસીહુદીન અહેમદ અંન્સારીની બે વર્ષની પુત્રી શનિવારે સાંજે ઘરની બહાર રમતી હતી. બાદમાં ભેદી રીતે ગુમ થઇ ગઇ હતી. જેથી કોઇ ભાળ નહી મળતા સચિન જી.આઇ.ડી.સીમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન આજે રવિવારે બપોરે ઘરથી થોડા દુર ખાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. સિવિલ ખાતે બાળકીના પરિવારના સભ્યોએ કહ્યું કે, બાળકી ઘરથી દુર જતી ન હતી. તેથી અનેક પ્રકારની શંકા-કુશંકા સેવાઇ રહી છે. સિવિલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે કહ્યુ કે, બાળકીના શરીરે બહારના ભાગે કે ગૃપ્તભાગે ઇજાના કોઇ નિશાન મળ્યા નથી. તેનું ડુબી જવાથી મોત થયુ હોવાની શક્યતા છે. પણ તેના વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ જાણવા મળશે. પોલીસે કહ્યું કે, એક તરૃણ અને યુવતીએ બાળકીને એકલી જોઇ હતી. સીસીટીવી કેમેરામાં પણ બાળકી એકલી નજરે પડે છે. તે ખાડીમાં પડી જવાથી મોતને ભેટી હોવાનું અનુમાન છે. બાળકી મુળ ઉત્તરપ્રદેશના દેવરીયાની વતની હતી. તે પરિવારમાં એકને એક લાડકવાય પુત્રી હતી. તેના પિતા વેલ્ડીંગ કામ સાથે સંકળાયેલા છે.

(5:44 pm IST)