Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં શહેર પોલીસે બે અલગ અલગ સ્થળેથી દરોડા પાડી નવ શખ્સોને 50 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા

વડોદરા: વિતેલા 24 કલાક દરમિયાન શહેર પોલીસે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી જુગાર રમી રહેલા નવ શખ્સોને 50હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય એક જુગાર રમાડનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. 

વડોદરા શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 04ના પોલીસ કર્મચારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે , મંગલેશ્વર ઝાંપા હરીજન વાસમાં રહેતો અક્ષય વિક્રમભાઈ સોલંકી ખુલ્લી જગ્યામા જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રવિ માછી (રહે- કિશનવાડી), નિલેશ કહાર (રહે- પાણીગેટ), મહંમદ શેખ (રહે- દૂધવાળા મોહલ્લા ,લાલકોટ), અજરૂદ્દીન શેખ ( રહે - યાકુતપુરા ) , જગ્ગુ ચૌધરી( રહે- હુજરાત ટેકરા) અને જય રાણા ( રહે - કુંભારવાડા , જ્યુબિલી બાગ) નો સમાવેશ થાય છે. પોલીસે બરોડા દરમિયાન રોકડા રૂપિયા તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 38470નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ અક્ષય સોલંકીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સંદર્ભે વારસિયા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સયાજીગંજ પોલીસે પ્રતાપગંજ એમએસ યુનિવર્સિટીના પાછળના દરવાજે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રિઝવાનખાન પઠાણ ( રહે-  નવાયાર્ડ), અમરસિંહ રાજપુત (રહે -અકોટા ) અને ગણપત ચૌહાણ ( રહે- કલ્યાણ નગર) ને રૂ. 13040ની મત્તા સાથે ઝડપી પાડી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

(5:44 pm IST)