Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

વડોદરામાં માર્બલ પાવડરની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા: વડોદરા નજીક સિંઘરોટ ચેકપોસ્ટ પર આજે વહેલી સવારે માર્બલ પાવડરની થેલીઓની આડમાં લઇ જવાતો દારૃનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે ગુલાબી રંગની રાજસ્થાન પાસિંગની આઇસર ગાડી આંકલાવ તરફથી આવીને સિંઘરોટ થઇ જંબુસર તરફ જવાની છે તેવી બાતમીના આધારે  જિલ્લા એલસીબી સ્ટાફે સિંઘરોટ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ચેક કરતાં અંદરથી માર્બલના પાવડરની ૨૦૦ બેગો મળી હતી. આ બેગો તપાસતા કેટલીક બેગોમાં દારૃની ૯૬૦ બોટલો મળી હતી.

પોલીસે દારૃની બોટલો, આઇસર, એક મોબાઇલ મળી કુલ રૃા.૬.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલક ચુનીલાલ દાલુજી ચૌહાણ (રહે.સંતરામનગર સોસાયટી, પાદરા)ને ઝડપી પાડી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(5:44 pm IST)