Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અમદાવાદના વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે મિત્રની જાહેરમાં ઘાતકી હત્યા: ત્રણની ધરપકડ

ત્રણેય આરોપીએ રૂપિયા 500 માટે મિત્રની જ હત્યા કરી: ઉઘરાણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મિત્રએ હત્યા કરી દીધી

અમદાવાદ : વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરી છે. જેમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી છે. જ્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાના ત્રણ આરોપી દિનેશ ઉર્ફે બુઘો કોચરા, અજય મકવાણા અને વિજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીએ રૂપિયા 500 માટે મિત્રની જ હત્યા કરી છે.

 આ સમગ્ર ઘટના વિગત મુજબ વાસણા વિસ્તારમાં આવેલા સોરાઇ નગરમાં રહેતા દેવેન્દ્ર રાજપુત નામના યુવકની મોડીરાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. દેવેન્દ્ર રાજપુત મુળ યુપીનો છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહે છે અને સોરાઇ નગર ખાતે પાનપાર્લર ચલાવે છે.

દેવેન્દ્ર રાજપુતે થોડાક સમય પહેલા તેના મિત્ર દિનેશ પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા. ગઇકાલે પાર્લર પર તેના મિત્રો બેઠા હતા ત્યારે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. મિત્રોએ દેવેન્દ્ર પાસે 500 રૂપિયા પરત માંગ્યા હતા જે મૃતકે આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બીચક્યો હતો. દેવેન્દ્રએ 500 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી જેથી મિત્રોએ તેને થપકો આપ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે ગરમાયો કે દેવેન્દ્રએ તેના મિત્રોને ગાળો બોલીને લાકડી મારી દીધી હતી.ત્રણેય મિત્રો પૈકી એકને લાકડી વાગતા તમામ લોકોએ દેવેન્દ્રને મારમાર્યો હતો અને બાદમાં છરી ના ઘા ઝીંકી હત્યા કરી દીધી.

 

આ હત્યાની જાણ વાસણા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને દેવેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. તપાસમાં સામે આવ્યું કે દેવેન્દ્રએ 2009માં પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેને સંતાનમાં 2 બાળકો છે. પત્ની મોરયા ખાતે કારખાનામાં સિલાઈ કામ કરે છે.. જ્યારે દેવેન્દ્ર પાન પાર્લર દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે.. મૃતક દેવેન્દ્ર, દિનેશ, વિજય અને અજય ચારેય મિત્રો હતા.. તેઓ દરરોજ પાન પાર્લર પર મળતા હતા. જેમાં થોડા દિવસ પહેલા દેવેન્દ્રએ રૂપિયા 500 ઉછીના લીધા હતા.જેથી દિનેશ પૈસાની ઉઘરાણી કર્યા કરતો હતો.. આ ઉઘરાણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મિત્રએ હત્યા કરી દીધી. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

(8:11 pm IST)