Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની વધુ એક યાદી જાહેર:12 ઉમેદવારોના નામનો ઘોષણા

રાધનપુરથી લવિંગજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર,વટવામાં બાબુસિંહ જાધવ,પેટલાદમાં કમલેશ પટેલ,ઝાલોદમાં મહેશ ભુરીયા અને સયાજીગંજમાં કેયુર રોકડિયાને ટિકિટ આપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેને લઇને સૌની ઉત્સુકતાનો આજે અંત આવ્યો છે. ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં એક ઝાટકે 182 પૈકી 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ બીજી યાદીમાં 6 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી યાદી બાદ 16 ઉમેદવારોના નામોને લઇને પાર્ટીમાં સસ્પેન્સ હતું. આ બેઠકો પર ઉમેદવારોના નામોને લઇને અનેક અટકળો લગાડવામાં આવી હતી. તેવામાં આજે ભાજપ દ્વારા 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપ દ્વારા રાધનપુરથી લવિંગજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર,વટવામાં બાબુસિંહ જાધવ,પેટલાદમાં કમલેશ પટેલ,ઝાલોદમાં મહેશ ભુરીયા અને સયાજીગંજમાં કેયુર રોકડિયાને ટિકિટ  આપી છે

 

(10:31 pm IST)