Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનના ભીષણ આગ: ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી

બારડોલી અને PEPLની ફાયરની ટિમના 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી

સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનના ભીષણ આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર પહોંચી છે.પેપર વેસ્ટ અને ખુલ્લી હવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સંપૂર્ણ ગોડાઉનમાં આગ ન ફેલાય તે માટે બારડોલી ફાયર ટિમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. આગ ને કાબુ મેળવા માટે એક કલાકથી ભારે મહેનત ફાયર વિભાગ કરી રહ્યું હોવા છતાં આગ કાબુમાં આવી નથી. જયારે બારડોલી અને PEPLની ફાયરની ટિમના 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. તેમજ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી

 

(10:37 pm IST)