Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

રાજનીતિમાં જોડાવવા અંગે નરેશભાઈ પટેલે કહ્યું -આગામી પાંચ દિવસમાં કરીશ નિર્ણય

મહત્વની બેઠકમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકોટમાં પાટીદાર નેતાઓની બેઠક મળી. ખોડલધામમાં મળેલી આ મહત્વની બેઠકમાં ખોડલધામ ચેરમેન નરેશભાઈ  પટેલ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. ખાસ કરીને બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચા-વિચારણ કરાઈ હતી. તેમજ નરેશભાઈ  પટેલના રાજકારણમાં આવવા અંગે પણ ચર્ચા થઈ હતી

ખોડલધામમાં પાટીદાર આગેવાનોની મળેલી બેઠક બાદ નરેશભાઈ પટેલે જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. આજે મળેલી બેઠકમાં સામાજિક અને રાજકીય બાબત અંગે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારમાં શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી 

 

(4:33 pm IST)