Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદ પોલીસ દ્વારા એકતા કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

કોમી એકતામાં તિરાડ પાડવા ઈચ્‍છતા અનિષ્‍ટ તત્‍વો સામે સંજય શ્રીવાસ્‍તવના માર્ગદર્શનમાં રાજેન્‍દ્ર અસારી ટીમ દ્વારા વધુ એક સરાહનીય પ્રયાસ : ‘હ સે હિન્‍દુ, મ સે મુસલમાન ઔર હમસે સારા હિન્‍દુસ્‍તાન થીમ' પર રથયાત્રા રૂટ પર આયોજનઃ ‘અકિલા' સાથે એડી. પોલીસ કમિશનરની વાતચીત

રાજકોટ, તા.૧૫:  નૂપુર શર્માના વિધાનો બાદ કોમી માહોલ જે રીતે કલુષિત બન્‍યો અને તેના પડઘા ગુજરાતના લોકો ઈચ્‍છતા ન હોવા છતાં કેટલાક ચોકકસ તત્‍વો વાતાવરણ ડહોળી ન નાખે તેવી સ્‍ટેટ આઇબી દ્વારા વ્‍યકત થયેલ દહેશત પગલે વર્ષોથી વિવિધ સમાજના લોકો સાથે વ્‍યાપક સંબંધો ધરવતા અમદાવાદના એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારીને અનુભવી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ દ્વારા સુપ્રત કરવામાં આવતા આ આઇપીએસ દ્વારા એકતા માટે વધુ એક કદમ ઉઠાવ્‍યું છે.                 
 હ સે હિન્‍દુ...... મ સે મુસલમાન ઔર હમ સે સારા હિન્‍દુસ્‍તાન થીમ પર રથયાત્રા રૂટ પરના હિન્‍દુ મુસ્‍લિમ યુવાનો માટે એકતા કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન આજ તારીખ ૧૫ થી ૧૯ સુધી બોમ્‍બ હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્‍ડ, સરસપુર,અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
૧૪૫મી રથયાત્રા અંતર્ગત રથયાત્રા રૂટ પર કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રથયાત્રા રૂટ પર આવતા તમામ વિસ્‍તારો સાંકળી આ વિસ્‍તારના હિન્‍દુ મુસ્‍લિમ ભાઈઓ વચ્‍ચે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરેલ છે તેમ અકિલા સાથેની વાતચીતમાં આ મહત્‍વની જવાબદારી જેમને સુપ્રત કરવામાં આવી છે તેવા એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારીએ જણાવ્‍યું હતું.   
રાજેન્‍દ્ર અસારી દ્વારા જણાવેલ કે વર્ષોથી ગુજરાતમાં તમામ કોમ સાથે મળી બધા તહેવારો ઉજવે છે ત્‍યારે ગુજરાતની અસ્‍મિતા ઝંખવાઈ નહિ તે માટે રથયાત્રા જયાંથી પસાર થવાની છે તેવા ભગવાન જગન્‍નાથજી મંદિર પરિસરમાં એકતાના રંગ એક હિંદુ મુસ્‍લિમ ધર્મ ગુરૂઓ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલ. એકતા માફક લોહિનો રંગ દરેકનો એક હોવાનું પપ્રસ્‍થાપિત કરવા ઝોન- ૩ના નાયબ પોલિસ કમિશનર સુશીલ અગ્રવાલ ટીમની મદદથી રકતદાન શિબીર પણ આ હકારાત્‍મક અભિગમ ધરાવતા આઇપીએસ રાજેન્‍દ્ર અસારી દ્વારા આયોજન કરવામાં આવેલ.

 

(4:16 pm IST)