Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમીરગઢ તાલુકાના ચેખલાના પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતી ટ્ર્કના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઇવે પરથી 20 ફૂટ નીચે ખાબકી

અમીરગઢ:તાલુકાના ચેખલા ના પાટીયા પાસે નેશનલ હાઇવે ૨૭ નંબર પરથી રાજસ્થાન તરફથી ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક હાઈવે રોડ ઉપર થી ૨૦ ફૂટ જેવું નીચે પલટી મારતા ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી.

અમીરગઢ તાલુકાના ચેખલા ના પાટીયા પાસે રાજસ્થાન તરફથી એક ટ્રક પુર જપાટે આવી રહ્યું હતું તે સમય દરમ્યાન ચેખલા ના પાટીયા નજીક ટ્રકચાલક ના સ્ટેયારિંગ  પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબૂ બની હાઇવેના રોડ પરથી ૨૦ ફૂટ જેવું નીચે પલટી મારી ગઇ હતી જોકે અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો અકસ્માત સર્જાતા જ દોડી પહોંચ્યા હતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર નીકળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રકને ટ્રેન દ્વારા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

(6:25 pm IST)