Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

એક જ દિવસમાં ત્રણ શાળામાં પ્રવેશોત્સવ કરવાનો હોવાથી સમય-મર્યાદામાં બીજી શાળામાં પહોંચી શકે તે હેતુથી બે શાળા વચ્ચેનું અંતર વધી ન જાય તેનું ધ્યાન રાખવા ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ગાંધીનગર :શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવ સંદર્ભે થયેલા પરિપત્ર અન્વયે “મહાનુભાવોને વિદ્યાર્થીઓ અને ભૌગોલિક સ્થિતિ શ્રેષ્ઠ હોય તે શાળામાં જ લઈ જવામાં આવશે.” તે પ્રમાણેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું જણાવી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ બાબતને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્તા કરતા જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આવી કોઈ સુચના આપવામાં આવી નથી. શિક્ષણ વિભાગના પરિપત્રમાં “વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પસંદ કરવી” તેમ જણાવેલ છે. શાળા પ્રવેશોત્સવમાં જનાર મહાનુભાવોને એક જ દિવસમાં ત્રણ શાળામાં પ્રવેશોત્સવ કરવાનો હોવાથી સમય-મર્યાદામાં બીજી શાળામાં પહોંચી શકે તે હેતુથી બે શાળા વચ્ચેનું અંતર વધી ન જાય તેનું ધ્યાન રાખવા ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

(6:40 pm IST)