Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આગામી 20 જૂને નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તાલીમ અપાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે. જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જૂનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા નિર્ણય લીધેલ છે, જે અંતર્ગત તાલીમ લેવા ઇચ્છુક જાહેર જનતા માટે તા.૨૦/૦૬/ ૨૦૨૨ સુધી સવારે ૬.૩૦ થી ૮.૦૦ કલાક દરમિયાન નિર્દિષ્ટ સ્થળો પર તાલુકા વાઈઝ યોગ તાલીમનું આયોજન કરાયું છે. જેમાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ મંડળ ખાતે યોગ પ્રશિક્ષકશ્રી ગૌરીશંકર દવે (મો.૯૭૨૭૯૯૫૪૩૧) અને ધવલભાઈ પટેલ (મો.૮૪૨૮૪ ૪૪૮૬૫), તિલકવાડા તાલુકા માટે કે.એમ.શાહ હાઈસ્કુલ તિલકવાડા ખાતે યોગ પ્રશિક્ષક કૌશિકભાઈ બારીયા (મો.૯૨૬૫૯૭૧૭૨૦) અને સુરેશભાઈ વસાવા (મો.૯૬૩૮૬૧૪૯૫૬), ગરૂડેશ્વર તાલુકા માટે શ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ, ગોરા ખાતે યોગ પ્રશિક્ષક ભૂપેન્દ્રભાઈ બી. તડવી (મો.૯૯૨૫૧૯૦૮૩૧) અને દેવાંગભાઈ જે રાઠોડ (મો.૯૫૮૬૯ ૬૪૩૨૭), દેડિયાપાડા તાલુકા માટે શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા ખાતે યોગ પ્રશિક્ષક જીવરામભાઈ એસ. વસાવા (મો.૯૨૬૫૯૦૦૨૨૩) અને પરેશભાઈ વસાવા (મો.૯૯૨૫૧૮૨૦૮૭), સાગબારા તાલુકા માટે જે.કે. હાઈસ્કુલ, સાગબારા ખાતે યોગ પ્રશિક્ષક મનુભાઈ આર. વસાવા (મો.૯૫૩૭૨૯૪૮૯૬) અને કિશનભાઈ પી. વલવી (મો.૮૨૩૮૪ ૯૪૨૧૦) ના સહયોગથી ઉક્ત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંદર્ભે યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ લેવા ઇચ્છુક જિલ્લાવાસીઓ ઉપરોક્ત સ્થળોએ જઈ યોગ તાલીમ લઈ શકશે.
તદ્ઉપરાંત, રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે કલરવ સ્કુલ અને રણછોડરાયજી મંદિર ખાતે યોગ પ્રશિક્ષક યોગેશભાઈ પંચોલી (૯૪૨૭૧૫૭૦૪૫) સવારે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન તેમજ  રાજપીપલાના ગાયત્રી મંદિર, નવધા મહિલા મંડળ ખાતે યોગ પ્રશિક્ષક ચંદુભાઈ મારવાડી (૯૮૯૮૧૯૪૮૭૪) સાંજે ૫.૩૦ થી ૬.૩૦ કલાક દરમિયાન, દેડીયાપાડાના ઇનરેકા સંસ્થા ટીંબાપાડા ખાતે યોગ પ્રશિક્ષક રમીલાબેન વસાવા (૯૪૨૮૧ ૭૫૦૨૩) દ્વારા સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાક દરમિયાન સાગબારા ખાતે રાણીપુરા ગ્રામ પંચાયત ખાતે યોગ પ્રશિક્ષક દયારામભાઈ પાડવી (૬૩૫૩૩૬૦૦૬૯) સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની તાલીમ અપાશે

(10:42 pm IST)