Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નોરતામાં પણ વરસાદનો દોરઃ ગુજરાતમાં ૧૦૭ ટકા પાણી વરસી ગયું

શનિ- રવિ સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં સારા વરસાદની સંભાવનાઃ સૌરાષ્‍ટ્ર ૯૬.૨૭ અને કચ્‍છમાં ૧૬૫.૫૮ ટકા સરેરાશ વરસી ગયો : ગુજરાત ઉપર વોલમાર્ક લોપ્રેસર અને મોનસૂન ટ્રફ સક્રિયઃ હવામાન ખાતુ

અમદાવાદઃ નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બીજી તરફ રાજ્‍યમાં વરસાદી માહોલ પણ જામ્‍યોછે. દરમિયાન હવામાન   વિભાગના જણાવ્‍યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્‍યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં ત્રણ દિવસ  સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્‍યમાં કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્‍યા પ્રમાણે આગામી ૧૭-૧૮ તારીખના રોજ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં વરસાદની સંભાવના છે. હાલ રાજ્‍યમાં બે વરસાદી સિસ્‍ટમ સક્રિય છે. વોલમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરને પગલે હાલ રાજ્‍યમાં વરસાદી માહોલ જામ્‍યો છે. બીજી તરફ રાજ્‍યમાં નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં અત્‍યારસુધી પડેલા વરસાદની વાત જોઈએ તો સરેરાશ ૧૦૭.૦૬ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્‍છમાં ૧૬૫.૫૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૪.૨૯ ટકા, પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં ૮૭.૯૦ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૯૬.૨૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૫.૫૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

 

(10:49 am IST)