Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ભાજપની જીતનો ઇતિહાસ સર્જનારા પ્રમુખ સી.આર.પાટીલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત ભાજપના સુકાની તરીકે તેજ, તાકાત અને તરવરાટનો પ્રભાવ દેખાડનારા નવસારીના સંસદ સભ્‍ય શ્રી ચંદ્રકાન્‍ત આર. પાટીલનો જન્‍મ તા. ૧૬ માર્ચ ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ૬૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેમના નેતૃત્‍વમાં ભાજપે ધારાસભાની ૧૫૬ બેઠકો જીતી ઇતિહાસ સર્જયો છે.

શ્રી સી.આર.પાટીલ છેલ્લી ૩ ટર્મથી નવસારીના સાંસદ તરીકે ચૂંટાય છે. ૨૦૧૯માં તેમણે લોકસભાની ચૂંટણીમાં ૬,૮૯,૬૬૮ મતોની વિક્રમી સરસાઇથી જીત મેળવી સૌનુ ધ્‍યાન ખેંચેલ. તેઓ  સંસદની વિવિધ સમિતિઓના સભ્‍ય છે. ખેતી સાથે સંકળાયેલા છે. આઇ.ટી.આઇ. નો અભ્‍યાસ કરેલ છે.

શ્રી પાટીલે મરાઠા પાટીલ સમાજ, દક્ષિણ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસ એશો., વલસાડ ટેલીકોમ ડિસ્‍ટ્રીકટ વગેરે સંસ્‍થાઓમા મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. ભૂતકાળમાં ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન અને ગુજરાત આલ્‍કલીઝ લિ.ના ચેરમેન પદે રહી ચૂક્‍યા છે. છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ બનીને પાર્ટીને નવુ જોમ આપ્‍યું છે. તેમના નેતૃત્‍વમાં પાર્ટીએ સ્‍થાનિક સ્‍વરાજયની અને ધારાસભાની ચુંટણીમાં ઐતિહાસિક વિજય મેળવેલા. પેજ પ્રમુખ જેવી સફળ યોજનાઓ તેમની યશકલગીનું શિરમોર છોગું છે. સ્‍પષ્‍ટ વક્‍તા હોવાથી કાર્યકરોમાં વિશેષ પ્રિય છે. તેઓ કેન્‍દ્રીય નેતાગીરીની ગુડબુકમાં અગ્રસ્‍થાને છે. આજે તેમના જન્‍મદિનની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા તેમના પર અવિરત વરસી રહી છે.(૨૨.૯)

મો. ૯૮૨૪૧ ૨૭૬૯૪ ગાંધીનગર

(11:12 am IST)