Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રોમાંચક ફરીથી અનુભવોઃ ‘બાલવીર'ની નવી સીઝનના કારણો

(કેતન ખત્રી), અમદાવાદઃ સુપરહીરો પાછો આવી ગયો છે. બાલવીરનો રોમાંચથી ભરપૂર નવો પ્રવાસ અનુભવવા માટે તૈયાર રહો. દેવ જોશી સોની સબ પર બાલવીર-૩માં મુખ્‍ય હીરો બાલવીરનું પાત્ર ભજવશે, જેની સાથે પ્રવાસમાં સાથી અને મિત્ર તરીકે અદિતિ સંવાલ કાશવીની ભૂમિકા ભજવશે.

બાલવીરની આ નવી સીઝનના રોમાંચક કારણો જેવા કે,રોચક પાત્રોઃ બાલવીરમાં પાત્રો અજોડ અને રોચક છે, જે દરેકની પોતાની કુશળતાઓ અને વ્‍યકિતત્‍વ છે. સાહસિક બાલવીર હોય કે વફાદાર કાશવી હોય તમે પાત્રોના પ્રવાસમાં ખોવાઈ જશો અને દરેક પગલે તેને સાથ આપવા -ેરિત થશે, બાલવીર સચ્‍ચાઈને વળગી રહે છે. તે હંમેશાં સારાં કામો કરવાનાં, જરૂરત હોય તેમને મદદરૂપ થવાનાં અને ન્‍યાય માટે હિમાયતના મહત્ત્વ પર ભાર આપે છે. આ સીઝન તે વારસો જાળવી રાખે છે અને દર્શકો કાર્યક્રમના આશાવાદી અને પ્રેરણાત્‍મક સંદેશથી પ્રોત્‍સાહિત થશે

(12:15 pm IST)