Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

‘મોટા સાહેબ બોલાવે છે' તેમ કહીને અમદાવાદમાં નકલી પોલીસના નામે એક યુવક પાસેથી 20 હજાર પડાવી લીધા

ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવનાર હારૂન શેખ સામે ગુન્‍હો

અમદાવાદઃ અમદાવાદમાં નકલી પોલીસના નામે 20 હજાર પડાવનાર શખ્‍સ હારૂન શેખ સામે ગુન્‍હો દાખલ કરાયો છે.

અમદાવાદ શહેરમાં વધુ એક વાર નકલી પોલીસ નો આતંક સામે આવ્યો છે. એક યુવકને રોકી મોટા સાહેબ બોલાવે છે તેમ કહીને એક શખ્સ અવાવરું જગ્યાએ લઈ ગયો. જ્યાં તેના સાગરીતો સાથે મળી 20 હજાર લૂંટી લીધા. કોણ છે અસલી પોલીસની ગિરફ્ત માં ઉભેલા નકલી સમગ્ર મામલો જાણવા માટે તમારે આર્ટિકલ વાંચવો પડશે.

દ્રશ્યોમાં દેખાતા છે હારુન રશીદ શેખ અને અંજુર ખાન પઠાણ. બંને આરોપી હાલ અસલી પોલીસની ગીરફતમાં આવી ગયા છે નકલી પોલીસ તરીકે. આરોપીઓએ સિલાઈ કામગીરી કરતા યુવકને કૃષ્ણનગર વિસ્તારમાં રોક્યો હતો. બાદમાં આરોપીઓએ અસલી પોલીસની ઓળખ આપી મોટા સાહેબ બોલાવે છે એમ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું. અવાવરું જગ્યાએ લઈ જઈ અન્ય શખ્સો પણ ત્યાં ઉભા હતા જે લોકો યુવકને માર મારી 20 હજાર લૂંટી લીધા હતા. 

આરોપીઓ માંથી હારુન શેખ નો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ બાપુનગર માં મારામારી ના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે...તાજેતરમાં અનેક વાર રિવરફ્રન્ટ, ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ નકલી પોલીસે તોડ કર્યા હોવાનું આરોપીઓએ જોતા તે ઓને પણ પોલીસ બની પૈસા કમાવવાનું સૂઝ્યું હતું....અને કહાનીઓ જોઈ બને આરોપીઓ પણ બની ગયા નકલી પોલીસ. પણ અસલી પોલીસ થી બચી શક્યા અને આવી ગયા ગીરફતમાં. સવાલ થાય છેકે, કોણ કરે છે આવી નકલી પોલીસની ભરતી અને ક્યાં ચાલે છે ટ્રેનિંગ

આરોપીઓ નો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે...સાથે અન્ય કેટલા લોકો પાસેથી નકલી પોલીસે તોડ કરી રૂપિયા ભેગા કર્યા છે માટે પણ પોલીસ તપાસમાં લાગી છે. ત્યારે શહેરમાં નકલી પોલીસ ના વધી રહેલા આતંક પર કાબૂ મેળવવો હવે જરૂરી બન્યો હોય તેમ લાગી રહ્યું છે.

(5:13 pm IST)