Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું કરૂણમોત :મીસરી નદીના બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ

અકસ્માત બાદ આસપાસના લોકો બચાવ માટે પહોંચ્યા :બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ:સાવલી અને ડેસર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી

વડોદરાના ડેસરમાં ડમ્પર સાથે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થઈ ગયુ છે.મીસરી નદીના બ્રિજ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.અકસ્માતના કારણે બ્રિજની બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને જોતા સાવલી અને ડેસર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી

  આ ઘટનાસ્થળેથી ડમ્પરને હટાવી લેવાતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી.હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. .

   
 
(11:20 pm IST)