Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ તિથલમાં દરિયો તોફાની : ઉંચા મોજા ઉછળ્યા

ગોમતીઘાટ પર 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ;સહેલાણીઓને પણ સાવધાન રહેવાની અપીલ

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં સારા વરસાદના સંજોગ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. વલસાડના તિથલમાં બપોર બાદ દરિયો તોફાની બન્યો અને ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા સૂચના અપાઈ છે. બીજી તરફ દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજાં ઉછળ્યા હતા. ગોમતીઘાટ પર 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ત્યારે સહેલાણીઓને પણ સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી

(12:55 am IST)