Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા વિકાસની પોલ ખોલવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

શહેર પ્રમુખ સહિતના અનેક કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

વડોદરા ; આગામી 18 મી તારીખે વડાપ્રધાન  મોદી વડોદરા આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના રાજમાં વડોદરાનો કેટલો વિકાસ થયો છે તેની પોલ ખોલવા માટે કોંગ્રેસે જાહેર કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જો કે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવે તે પહેલા જ સયાજીગંજ પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરાના સ્ટેશન રોડ પર આવેલા જનમહેલ ખાતે કોંગ્રેસે કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસે ભાજપની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સીટી અંતર્ગત શહેરનો બિલકુલ વિકાસ ન થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

(12:57 am IST)