Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કાલથી બે દિ' વડાપ્રધાન મોદી ગુજરાતમાં: ડ્રોન હુમલાનો ખતરો ટાળવા એન્‍ટ્રી ડ્રોનનું સુરક્ષા ચક્ર

પીએમના આગમન, ૧૨૪ જેટલી ૧ જુલાઈ શુક્રવારે રથયાત્રા અંતર્ગત મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર દ્વારા રાજયભરના અધિકારીઓને સાવચેતી મંત્ર આપ્‍યો : ગૃહમંત્રી દ્વારા પાવાગઢ મંદિરના દર્શન સાથે નિરીક્ષણ, વડોદરામાં પણ હર્ષ સંઘવી દ્વારા ટોચના અધિકારીઓ સાથે બંદોબસ્‍તની માહિતી મેળવવામાં આવીઃ પોલીસ કમિશનર શમશેર સિંઘ ટીમ દ્વારા બંદોબસ્‍તના માસ્‍ટર પ્‍લાનનો જડબેસલાક અમલ કરવા માટે તાબાના સ્‍ટાફને વિશેષ તાલીમ, ભારે ધમધમાટ : નુપુર શર્માના વિધાન પગલે સર્જાયેલા માહોલ, દિલ્‍હી સહિત દેશના વિવિધ ભાગોમાં ઘટેલી ઘટનાઓ સંદર્ભે નરેન્‍દ્રભાઈના પ્રવાસ અંતર્ગત ગુજરાતના તમામ આઈબી યુનિટને એકિટવ મોડ પર મૂકતા અનુપમસિંહ ગેહલોત

રાજકોટ તા. ૧૬: આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇના હોમ ટાઉન એવા ગુજરાતમાં વધુને વધુ બેઠકો જીતવા માટે ચોમાસુ જામે તે પહેલા વધુને વધુ વડાપ્રધાનની મુલાકાતો ગોઠવી શકાય તેવા મિશન ગુજરાત અંતર્ગત કાલ સાંજથી ગુજરાત આવી રહેલ વડાપ્રધાન બંદોબસ્‍ત સાથે સાથે ગુજરાતની ૧૨૪ જેટલી રથયાત્રા બંદોબસ્‍તમાં કોઈ કચાસ ન રહે તે માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને ગુજરાતના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર દ્વારા તાકીદની વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા દેશ ભરમાં તાજેતરમાં નમાજ બાદ જે ઘટનાઓ બની તે સંદર્ભે લેવાના પગલાંઓ અંગે માર્ગદર્શન આપવા સાથે સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી, યોગાનુંયોગ રથયાત્રા પણ શુક્રવારના હોય વિશેષ કાળજી રાખવા પોલીસ તંત્ર ધંધે લાગ્‍યું છે. 

વડાપ્રધાન શ્રી મોદી કાલે ગુજરાત આવી રાજ ભવનમાં રોકાણ કરશે, અને ૧૮મિએ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવાના હોવાથી તેમની સુરક્ષા માટેની વ્‍યવસ્‍થા અંગે પણ મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા સમીક્ષા કરવામાં આવેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ રોપેવે દ્વારા પાવાગઢ મંદિર પહોંચી અધિકારીઓ સાથે બંદોબસ્‍ત સહિત વ્‍યવસ્‍થા બાબતે ચર્ચાઓ કરી હતી.આજે ગૃહમંત્રી વડોદરા ખાતે પોલીસ કમિશનર ઓફિસ ખાતે પણ વડોદરા પ્રવાસ અંગે સમીક્ષા યોજશે, નરેન્‍દ્રભાઇ પાવાગઢ ખાતે વીરાસન વન, વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિશાળ જનમેદની સંબોધનાર હોવાથી દિલ્‍હીથી એસપીજી ના ટોચના અધિકારીઓ વડોદરા પાવાગઢ આવી પોહાચ્‍યા છે, રાષ્‍ટ્રિય લેવલના નેશનલ સિકયોરિટી ગાર્ડ એન.એસ. જી પોતાની સાથે લાવેલ એન્‍ટી ડ્રોન સિસ્‍ટમ દ્વારા ડ્રોનના ખતરા સામે પણ રક્ષણ આપવા સુરક્ષા ચક્ર રચવામાં આવ્‍યું છે.                    

વડોદરામાં સભા, પીએમ આવાસ યોજના લોકાપર્ણ,ગતિ શકાતી બિલ્‍ડિંગ લોકા પર્ણ કાર્યક્રમ, રેલવે પ્રોજેક્‍ટ, રેલવે લાઇન પ્રારંભ સહિતના ભરચક્ક કાર્યક્રમ હોવાથી વડોદરાનાં પોલીસ કમિશનર શમશેર સિહ સતત પોલીસ બંદોબસ્‍ત અંગે જાત માહિતી મેળવવા સાથે તમામ સ્‍થળોનું નિરીક્ષણ કરવા સાથે તમામ અઘિકારીઓ રિવ્‍યૂ કરી ધડાધડ સૂચનાઓ આપી રહ્યા છે. વડા પ્રધાનના ભરચક કાર્યક્રમો શુક્રવાર તારીખ પહેલી મે ની રથ યાત્રા પ્રવર્તમાન માહોલમાં તંત્ર ગાફેલ ન રહે તે માટે આઇબી વડા અનુપમ સિહ ગહેલોત દ્વારા સમગ્ર આઇબી યુનિટ કામે લગાડી દીધું છે અને તંત્રને સતત ઇનપુટ આપી સાવધ કરી રહ્યાનું પણ સૂત્રો જણાવે છે.

(1:35 pm IST)